43 તમે હાંભળી લીધું છે કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “તું તારા પડોશીને પ્રેમ કરજે અને વેરીઓથી વેર રાખજે.”
પોતાના માં-બાપને માન આપ, અને જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”
તમે લોકોએ હાંભળૂ છે કે, વડવાઓને કેવામાં આવ્યું હતું કે, “હત્યા નો કરતા.” જો કોય હત્યા કરે, તો ઈ કસેરીમાં આરોપીને લાયક ઠરાવામાં આયશે.
“છીનાળવા નો કરતા.” એમ આજ્ઞામાં કીધુ હતું, ઈ તમે હાંભળી હક્યાં છો.
જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.
પરમેશ્વરથી આપણને ઈ આજ્ઞા મળી છે કે, જે કોય પરમેશ્વરથી પ્રેમ રાખે છે, એને પોતાના વિશ્વાસી ભાઈથી પણ પ્રેમ રાખવો જોયી.