41 જે કોય પરાણેથી એને એક ગામ જેટલો આઘો લય જાય, એની હારે બે ગામ જેટલો આઘો જા.
જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.
જે કોય ન્યાયધીશની હામે તારો કોટ લેવા હાટુ દાવો કરે, તો એને તારો અંગરખો લેવા દે.
જે કોય તમારી પાહે કાય માગે તો, એને ના પાડવી નય, અને જે તમારી પાહે કાય ઉછીનું લેવા ઈચ્છે છે તો એને ના પાડવી નય.
જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ ગામડામાંથી યરુશાલેમ શહેરમાં આવતો હતો, અને ઈ એલેકઝાંડર અને રૂફસનો બાપ હતો સિપાયોએ એને હુકમ કરયો કે, ઈ વધસ્થંભ ઉપાડીને ઈ જગ્યા હુધી લય જાય જ્યાં તેઓ ઈસુને વધસ્થંભે જડવામાં આયશે.
જઈ તેઓ ઈસુને લય જાતા હતાં, તઈ તેઓએ કુરેન ગામનો સિમોન નામનો એક માણસ બાર ગામથી આવતો હતો, એને પકડીને એના ખંભા ઉપર વધસ્થંભ ઉપડાવ્યો જેથી ઈ ઈસુની હારે હાલે.
કેમ કે, મસીહનો પ્રેમ આપણને પ્રેરણા આપે છે કે, આ કારણે આપડે આ ખરેખર જાણી છયી કે, જઈ એક માણસ બધાય લોકોની હાટુ મરણ પામ્યો ઈ હાટુ બધાય લોકો મરી ગયા.