પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.