38 આંખના બદલામાં આંખ, દાંત ના બદલામાં દાંત એવું પરમેશ્વરે વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળ્યું છે.
તમે લોકોએ હાંભળૂ છે કે, વડવાઓને કેવામાં આવ્યું હતું કે, “હત્યા નો કરતા.” જો કોય હત્યા કરે, તો ઈ કસેરીમાં આરોપીને લાયક ઠરાવામાં આયશે.
“છીનાળવા નો કરતા.” એમ આજ્ઞામાં કીધુ હતું, ઈ તમે હાંભળી હક્યાં છો.