Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:30 - કોલી નવો કરાર

30 જો તારો જમણો હાથ તને પાપ કરવા ઠોકર ખવડાવે તો તારા હાટુ ઈ જ હારું છે કે, એને કાપીને તારી પાહેથી આઘો નાખી દે કેમ કે, તારૂ આખું દેહ નરકમાં નખાય ઈ કરતાં ભલે તારા અંગમાંથી એકનો નાશ થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:30
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.


પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે.


પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


તો પણ આપણે તેઓને ઠોકર ના ખવડાવીએ, ઈ હાટુ તું દરિયા કિનારે જા, ચારો નાખ. જે માછલી પેલી પકડાય જઈ તું એનુ મોઢું ઉઘાડય તઈ એમાંથી એને સ્યાર દિવસ કમાય એટલી મજુરીના રૂપીયા મળશે, ઈ લયને મારી અને તારી હાટુ તેઓને આપ.


જો તમે પાપ કરવા હાટુ પોતાના હાથ કા પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. કેમ કે, એક હાથ કા પગ વિના સ્વર્ગમાં જાવું અઘરું થય હકે છે, પણ બેય હાથ કા પગને રાખવા અને અનંતકાળની આગમાં જાવું બોવ અઘરું છે.


તઈ રાજાએ ચાકરોને કીધુ કે, “એના હાથ પગ બાંધીને બહારના અંધારામાં ફેકી દયો, ન્યા એને રોવું અને દાંતની સક્કીઓ લેવી પડશે.”


તઈ જેને પાંસ તાલંત મળ્યા હતા તે બીજા પાંસ તાલંત કમાણો અને કીધું કે, “માલિક તે મને પાંસ તાલંત હોપ્યા હતા. જો, હું ઈ ઉપરાંત પાંસ સિક્કા વધારે કમાણો છું”


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે બધાય આજ હાંજે મને છોડીને વયા જાહો કેમ કે, શાસ્ત્રમાં આ લખેલુ છે કે, હું ઘેટા પાળકને મારય, અને ટોળાના ઘેટા વિખાય જાહે.”


પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.


જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે.


જો તારો જમણો હાથ પાપ કરવાનું કારણ બને છે તો એને કાપીને ફેકી દે, કેમ કે, તારા બેય હાથમાંથી એક હાથ નો રેય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. તારે આવું કરવુ હારુ છે કેમ કે, તારે એક હાથ વિના સ્વર્ગમા જાવું બોવ હારુ થય હકે છે, પણ તારા બેય હાથો રાખવા અને નરકમાં જાવું ઈ બોવ અઘરું છે.


પણ તમારે કોનાથી બીવું ઈ વિષે હું તમને કવ છું કે, મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે ઈ પરમેશ્વરથી તમે બીવો; હાં હું તમને કવ છું કે, એની બીક રાખજો.


“જે કોય આ નાનાઓમાંથી મારા ઉપર વિશ્વાસ કરે છે; તેઓમાંના એકને પણ કોય ઠોકર ખવડાવશે, તો એની હાટુ ઈ હારું હતું કે, એની ડોકે ઘંટીનું પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં દુબાડવામાં આવત.”


જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.


આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ