29 જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે.
કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.
પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
જો તારો જમણો હાથ તને પાપ કરવા ઠોકર ખવડાવે તો તારા હાટુ ઈ જ હારું છે કે, એને કાપીને તારી પાહેથી આઘો નાખી દે કેમ કે, તારૂ આખું દેહ નરકમાં નખાય ઈ કરતાં ભલે તારા અંગમાંથી એકનો નાશ થાહે.
આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.
હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.
ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.