28 પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.
કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.
પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.
કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.
તેઓની આખું છીનાળવીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરવાથી બંધ થાતી નથી; તેઓ નબળા વિશ્વાસીઓને લલસાવે છે; તેઓના હૃદય લોભી છે, તેઓ હરાપીત છે.
કેમ કે, જે કાય જગતમાં છે, જેમ કે, દેહની વાસના, અને આંખોની લાલસા અને જીવન જીવવાનું અભિમાન, જે પરમેશ્વર બાપ તરફથી નથી, પણ જગત તરફથી જ છે.