ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, ફુદીનાનો, કોથમીરનો અને જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ યહુદી નિયમની ખાસ વાતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસ, ઈ તમે પડતા મુક્યા છે; તમારે આ કરવા, અને એની હારે ઈ પણ પડતા મુકવા નોતા.
મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”
ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.