પછી ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છો.”
આ રીતે જઈ તમે ઉભા રયને પ્રાર્થના કરો છો, તો જો તમારા મનમા કોય બીજા પર્ત્ય કાય વિરોધ હોય, તો માફ કરો: ઈ હાટુ કે, પરમેશ્વર તમારો બાપ જે સ્વર્ગમા રેય છે ઈ પણ તમારા અપરાધો માફ કરશે.