માથ્થી 5:22 - કોલી નવો કરાર22 પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે. အခန်းကိုကြည့်ပါ။ |
તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.
ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”