21 તમે લોકોએ હાંભળૂ છે કે, વડવાઓને કેવામાં આવ્યું હતું કે, “હત્યા નો કરતા.” જો કોય હત્યા કરે, તો ઈ કસેરીમાં આરોપીને લાયક ઠરાવામાં આયશે.
“છીનાળવા નો કરતા.” એમ આજ્ઞામાં કીધુ હતું, ઈ તમે હાંભળી હક્યાં છો.
પણ તું ખોટા હમ નો ખા, પણ પરમેશ્વર તરફ તારા હમ પુરા કર, એવું પરમેશ્વરે આપડા વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળૂ છે.
આંખના બદલામાં આંખ, દાંત ના બદલામાં દાંત એવું પરમેશ્વરે વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળ્યું છે.
તમે હાંભળી લીધું છે કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “તું તારા પડોશીને પ્રેમ કરજે અને વેરીઓથી વેર રાખજે.”
જે કોય પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ હત્યારો છે, અને તમે જાણો છો કે, કોય હત્યારામાં અનંતકાળનું જીવન રેતું નથી.