Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:19 - કોલી નવો કરાર

19 ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:19
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.


ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.


પણ તમારામાં એવું નય થાય, પણ જે કોય તમારામાં મોટો થાવા માગે છે, ઈ બધાયનો ચાકર બને,


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


કેમ કે, ઈ પરમેશ્વરની આગળ મોટો થાહે, અને બધાય પરકારના નશાવાળી વસ્તુઓં કે દ્રાક્ષારસ કોય દિવસ પીહે નય. ઈ એના જનમ પેલા પવિત્ર આત્માથી ભરપૂર થાહે.


પણ તમને ફરોશી ટોળાના લોકોને અફસોસ છે! કેમ કે, તમે તમારા બગીસામાં થાતો ફુદીનો, સીતાબ અને બીજી બધીય વસ્તુઓનો દસમો ભાગ આપો છો, પણ તમે લોકો તરફ ન્યાયી થાવાનો અને પરમેશ્વરને પ્રેમ કરવાનું ભુલી જાવશો, તમારે આ પરમાણે કરવું જોયી કે, દસમો ભાગ હોતન દેતા રયો અને આવી વાતોને હોતન કરતાં રયો.


પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”


પ્રિય થિયોફિલ, મારી પેલી સોપડીમા જે મે તમારી હાટુ લખી છે, મે ઈ ઘણીય વસ્તુની વિષે લખું હતું જે ઈસુએ કરી હતી અને શીખવાડી હતી, જ્યાં હુધી કે ઈ સ્વર્ગમા લય લેવામાં આવ્યો હતો.


અને અમારી નિંદા કરનારા કેટલાક લોકો અમારી વિષે કેય છે કે, તેઓનું બોલવું એવું છે કે, હારું થાય ઈ હાટુ આપડે દૃષ્ટતા કરતાં રેયી, આવું હુકામ નો કરી? તેઓને થયેલી સજા લાયક છે.


તઈ આપડે શું કેહુ? કૃપા વધારે થાય ઈ હાટુ શું આપડે પાપ કરતાં જ રેવું?


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


જો કોય પાપ કરવાનું સાલું રાખે છે, તો ઈ પરમેશ્વરનાં નિયમનું પાલન કરવાથી નકાર કરે છે, અને નિયમનું પાલન કરવાથી નકાર કરવુ ઈ જ પાપ છે.


પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ