આ ભેગા કરવાવાળા મંડપો અને ઈ મંડપની વસમાં, તેઓએ એક પડદો બાધી દીધો અને બે ઓરડાઓ બનાવી દીધા. પેલા ઓરડામાં એક ધુપદાન હતું જેમાં હાત શાખાઓ હતી. ન્યા એક બાજોઠ હતું, જેની ઉપર પરમેશ્વરને સડાવાની રોટલી મુકવામાં આવતી હતી, અને આ ઓરડાને પવિત્રસ્થાન કેવામાં આવતું હતું.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.