હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.