1 તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા,
અને એની સ્યારેય બાજુ ઘણાય લોકો ભેગા થયા, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડી ગયો, અને બધાય લોકો કાઠે ઉભા રયા.
ઈસુ ન્યાંથી હાલીને, ગાલીલનાં દરિયા પાહે આવ્યો, ને ડુંઘરા ઉપર સડીને ન્યા બેહી ગયો.
અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.
ઈસુએ લોકોને શિક્ષણ આપતા આ પરમાણે કીધુ.
તઈ ઈસુ ડુંઘરા ઉપર સડી ગયો અને તેઓને બોલાવ્યા જેઓને ઈ ઈચ્છતો હતો કે, તેઓ એના ગમાડેલા ચેલા બનવા હાટુ એની હારે ભળે અને તેઓ એની પાહે આવે.
તઈ ઈસુ અને એના ચેલાઓ એક ઘરમાં આવ્યા. પાછો ન્યા એક ટોળો ભેગો થય ગયો અને ઉતાવળથી ઈસુ અને એના ચેલાઓ ખાય પણ નો હક્યાં.
વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.
ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું.
તઈ ઈસુએ પોતાના ચેલાઓ બાજુ જોયને કીધુ કે, ઓ પરમેશ્વરથી મદદ મેળવનારા ગરીબ લોકો તમે આશીર્વાદિત છો, કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તમારુ છે.
ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા.
લોકોએ આવીને મને રાજા કેવા હારું બળજબરીથી પકડવાના છે, ઈ જાણીને ઈસુ ડુંઘરા ઉપર એકલો હાલ્યો ગયો.