તઈ ઈ માણસ પોતાના ઘરે વયો ગયો. પછી એને આખા દિકાપોલીસ જે દશનગરની જગ્યા કેવાય છે અને લોકોને એમ કીધુ કે, ઈસુએ એની હાટુ કેટલુ કાક કરયુ છે; અને એને હાંભળનારા બધાય લોકો સોકી ગયા.
યહુદી લોકોના વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વચનનું શિક્ષણ આપવા લાગ્યો. અને બોવ બધાય લોકો હાંભળીને સોકી ગયા અને કેવા લાગ્યા કે, “આ માણસે આ વાતો ક્યાંથી શીખી?” એને આ બધુય બુદ્ધિ અને આ રીતે સમત્કાર કરવાનું સામર્થ્ય ક્યાંથી મળ્યું છે?
પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.