2 ઈસુ સ્યાલીસ રાત અને દિવસ, ખાધા વગર રયો, પછી એને ભૂખ લાગી.
હવારે ગામમાંથી પાછા આવતાં ઈસુને ભુખ લાગી.
કેમ કે હું ભૂખ્યો હતો, તઈ તમે મને ખવડાવું. જઈ હું તરસો હતો, તઈ તમે મને પાણી પાયુ. હું પારકો હતો, તઈ તમે મને પરોણો રાખ્યો.
કેમ કે, જઈ હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યુ નય. હું તરસો હતો, પણ તમે મને પાણી પાયુ નય.
બીજા દિવસે જઈ તેઓ બેથાનિયા ગામમાંથી નીકળા તો ઈસુને ભુખ લાગી.
તઈ આત્મા ઈસુને સ્યાલીસ રાત અને દિવસ હાટુ વગડામાં લય જય, અને જઈ ઈ ન્યા હતો ન્યા હુધી શેતાન એનુ પરીક્ષણ કરતો રયો. ઈ દિવસો હુધી ઈસુ વગડામાં હતો અને એણે કાય પણ ખાધુ નોતુ, ઈ હાટુ જઈ સાલીસ દિવસ પુરા થયા તઈ એને બોવ જ ભૂખ લાગી.
અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.