એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.
ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
ઈ જઈ જાતો હતો, તઈ એણે એક માણસને જોયો જેનું નામ લેવી જેનું બીજુ નામ માથ્થી હતું અને એના બાપનું નામ અલ્ફી હતું. ઈ કામની જગ્યા ઉપર બેહીને વેરો ભેગો કરતો હતો. ઈસુએ એને કીધુ કે, “મારી વાહે આવ,” અને મારો ચેલો બન, ઈ તરત જ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.