18 એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.
પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.