15 ઝબુલોન પરદેશના નફતાલીના પરદેશના, યર્દન નદીની ઓલા કાંઠે, એટલે બિનયહુદીઓના ગાલીલના દરિયાની પાહેના.
અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો
આ ઈ હાટુ થયુ કે, યશાયા આગમભાખીયા દ્વારા જે કેવામાં આવ્યું હતું ઈ પુરૂ થાય.
અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.
પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.