13 અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો
અને ઓ કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; કેમ કે, જે સમત્કારી કામો તારામાં થયા, તે જો સદોમ શહેરમાં થયાં હોત, તો, ઈ આજ લગી હયાત રેત.
તેઓ કપરનાહૂમ નગરમાં આવ્યા, તઈ મદિર હાટુ વેરો લેનારાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “શું તમારો ગુરુ, મંદિરના વેરાનું નાણું નથી આપતો?”
આ ઈ હાટુ થયુ કે, યશાયા આગમભાખીયા દ્વારા જે કેવામાં આવ્યું હતું ઈ પુરૂ થાય.
ઝબુલોન પરદેશના નફતાલીના પરદેશના, યર્દન નદીની ઓલા કાંઠે, એટલે બિનયહુદીઓના ગાલીલના દરિયાની પાહેના.
પછી ઈસુ હોડીમાં બેહીને દરિયાને ઓલા પાર ગયો, અને પોતાના નગરમાં આવ્યો.
ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા, જઈ યહુદી લોકોનો બીજો વિશ્રામવારનો દિવસ આવ્યો, તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએ જયને શિક્ષણ આપવા લાગ્યો.
અને થોડાક દીવસો ગયા પછી ઈસુ પાછો ફરી કપરનાહૂમ નગરમાં આવ્યો, અને તઈ લોકોએ બીજાને ખબર ફેલાવી કે, ઈસુ આવ્યો છે અને ઈ ઘરમાં હતો.
કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે;
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”
ઈ પછી ઈસુ અને એની માં એના ભાઈઓ, એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા અને ન્યા થોડાક દિવસ રયા.
તઈ ઈસુ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પાછો ગયો, જ્યાં એણે પાણીને દ્રાક્ષારસ બનાવ્યો હતો, ન્યા રાજાનો એક કારભારી હતો, જેનો દીકરો કપરનાહૂમ ગામમાં માંદો હતો.
અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો.
જઈ ઈ લોકોએ જોયું કે, ઈસુ અને એના ચેલાઓ ન્યા નોતા, તઈ તેઓ પોતે હોડીઓમાં બેહીને ઈસુની શોધ કરતાં કરતાં કપરનાહૂમ આવ્યા.
ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી.