3 યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”
વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.”
ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.
યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.