ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો.
અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ.