પણ જઈ યુસુફે આ હાંભળૂ કે, આર્ખિલાઉસ એના બાપ હેરોદના મોત પછી યહુદીયાની ઉપર રાજ કરે છે, તઈ ન્યા જાવાથી ઈ ગભરાણો, પછી સપનામાં પરમેશ્વરથી સેતવણી પામીને ગાલીલ પરદેશમાં વયો ગયો.
હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે.