Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 3:11 - કોલી નવો કરાર

11 “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 3:11
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.


જે સંદેશાવાહક વિષે યશાયા આગમભાખીયાએ લખુ હતું ઈ યોહાન હતો, લોકો જળદીક્ષા આપનાર કેતા હતા. અને યોહાન યર્દન નદી પાહે વગડામાં હતો, અને એમ કેતો કે, તમારા પાપનો પસ્તાવો કરો તો પરમેશ્વર તમને માફી આપશે અને હું તમને જળદીક્ષા આપય.


ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.


તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


ઈ યર્દન નદીની આજુ-બાજુ બધીય જગ્યાઓ ઉપર ફરતો રયો, અને ઈ લોકોને આ કેતો રયો કે, જો તમે ઈચ્છો છો કે, “પરમેશ્વર તમારા પાપોને માફ કરે તો, તમારે પસ્તાવો કરવો જોયી, તઈ હું તમને જળદીક્ષા આપય.”


યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”


“આ ઈ જ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”


કેમ કે, યોહાન તો તમને પાણીથી જળદીક્ષા દેય છે,” પણ થોડાક દિવસ પછી પરમેશ્વર તમારી હારે રેવા હાટુ પવિત્ર આત્માને મોકલશે.


પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”


એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?”


તઈ એને ન્યા રથને ઉભો રખાવ્યો, ઈ બેય રથમાંથી ઉતારયા તળાવમાં ગયા, અને ફિલિપે એને જળદીક્ષા દીધી.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.


એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ