8 તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.
ઝડપથી એના ચેલાઓની પાહે જાવ અને કયો કે, મરણમાંથી ઈ પાછો જીવતો ઉઠયો છે. જોવ, ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, જ્યાં તમે એને જોહો. જોવ, મે તમને કય દીધું છે.
તરત ઈસુએ તેઓને કીધુ કે, “સલામ” અને તેઓ એના પગે પડયા અને એનું ભજન કરયુ.
તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી.
હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે.
આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.