7 ઝડપથી એના ચેલાઓની પાહે જાવ અને કયો કે, મરણમાંથી ઈ પાછો જીવતો ઉઠયો છે. જોવ, ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, જ્યાં તમે એને જોહો. જોવ, મે તમને કય દીધું છે.
મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.