Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 28:6 - કોલી નવો કરાર

6 ઈ આયા નથી કેમ કે, વચન પરમાણે ઈ જીવતો થયો છે. આવો, અને જ્યાં પરભુને મુક્યો હતો ઈ જગ્યાએ જોવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 28:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જેવી રીતે આગમભાખીયો યુના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રયો એમ જ હું, માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય.


ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”


તેઓ એને મારી નાખશે, અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠય.” અને તઈ ઈ બોવ મુજાણા.


જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”


અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”


ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય.


પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”


અને ઈસુએ એના ચેલાઓને શિખવાડતા કીધુ કે, હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.


તઈ પિતર ઉભો થયને કબરે ધોડીને પુગ્યા, અને નમીને અંદર જોયુ, તો એમા ખાલી મખમલનું ખાપણ પડેલુ જોયું, અને જે થયુ હતું, ઈ જોયને એને નવાય લાગતા, ઈ પોતાના ઘરે પાછો વયો ગયો.


અને તેઓએ ન્યા એના લાશને જોય નય, એટલે આવીને કીધું કે, તેઓએ સ્વર્ગદુતોના દર્શન જોયા, અને તેઓએ કીધું કે, ઈસુ જીવતો છે.


પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”


“બાપ મને ઈ હાટુ પ્રેમ કરે છે કે, હું મારો જીવ આપું છું કે, એને પાછો મેળવી લવ.”


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “આ મંદિરને પાડી નાખો અને હું એને ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય.”


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ