12 તઈ તેઓએ પ્રમુખ યાજકો અને યહુદી વડીલોની હારે ભેગા થયને, કાવતરું કરયુ. તેઓએ સોકીદારોને સાંદીના સિકકા આપીને કીધું.
તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.
તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.
તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ.
ઈ બાયુ હજી જાતી હતી, એટલામાં જોવ, સોકીદારો પાહેથી થોડાકે નગરમાં જયને જે થયુ હતું, ઈ બધુય મુખ્ય યાજકોને કયને હંભળાવ્યું.
અને એવું હમજાવું કે, “તમે લોકોને એમ કયો કે, અમે હાંજે હુતા હતા એટલામાં એના ચેલા આવીને એને સોરીને લય ગયા.