1 વિશ્રામવારે વેલી હવારે મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ કબર જોવા આવી.
તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.
અને પોતાના ઘરોમાં આવીને બાયુઓ ઈસુના દેહ ઉપર મસાલા અને સુગંધિત અત્તર મુકવા હાટુની તૈયારી કરી, અને યહુદી વિશ્રામવારના દિવસે તેઓએ મુસાના આજ્ઞા પરમાણે આરામ કરો.
અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે જે સુગંધી વસ્તુઓને તેઓએ તૈયાર કરી હતી, ઈ બાયુ કબર ઉપર આવી.
અને અમારા સમુહમાં કેટલીક બાયુઓએ અમને નવાય પામવા જેવી વાત કરી છે, જે હવારે ઈ કબર પાહે ગય હતી.