પણ તમે કયો છો કે જે કોય પોતાની માં અને બાપને કેય કે, “હું તમારી મદદ નય કરી હકુ કેમ કે, જે હું તમને આપું ઈ મે પરમેશ્વરને આપવાના હમ ખાધા છે, એટલે આ દાન ફક્ત પરમેશ્વર હાટુજ છે.” ત્યારથી, તમે ઈ માણસને એની માં અને બાપની સેવા કરવાની રજા નથી આપતા એમ પરમેશ્વરની આજ્ઞા શીખવે છે.
પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.