57 હાંજ પડી તઈ અરિમથાઈ શહેરનો એક રૂપીયાવાળો યુસુફ નામે માણસ, કે જે પોતે પણ ઈસુનો ચેલો હતો, ઈ આવ્યો.
ઈ પિલાત પાહે ગયો અને ઈસુની લાશ માંગી. તઈ પિલાતે હોપવાની આજ્ઞા આપી.
જઈ યોહાનના ચેલાઓને ખબર પડી કે, એને મારી નાખવામાં આવ્યો છે, તો તેઓ આવીને એના ધડને લય જયને કબરમાં મુક્યું.
જઈ તેઓએ ઈ બધુય કરયુ જે પવિત્ર શાસ્ત્રમા એના વિષે લખેલુ છે, તેઓએ ઈસુને વધસ્થંભ ઉપરથી ઉતારીને કબરમાં મુક્યો.