56 તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
શું ઈ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું યાકુબ અને સિમોન અને યહુદાએના ભાઈઓ નથી? તો આ માણસની પાહે આવું ક્યાંથી?
મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.
વિશ્રામવારે વેલી હવારે મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ કબર જોવા આવી.
અને એને જ્યાં મુક્યો હતો ઈ મગદલા શહેરની મરિયમ અને નાનો યાકૂબ અને યોસેની માં મરિયમ, જોય રયા હતા.
રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી.
હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.
અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી,
ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી.
અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.
મરિયમ જે મગદલા શહેરની હતી ઈ ચેલાઓની પાહે જયને કીધું કે, “મે પરભુને જોયો!” અને એણે તેઓને ઈસુએ જે કીધું હતું ઈ બધુય કીધું.