મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.
જો કોય એવો માણસ હોય જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવેલી આગમવાણીની વાતોમાથી કાય પણ કાઢી નાખશે, તો પરમેશ્વર પણ એને ઈ ઝાડમાથી ફળ ખાવાના અધિકારને કાઢી નાખશે; જે જીવન આપે છે અને એના પવિત્ર શહેરમાં રેવાનો અધિકાર કાઢી નાખશે, જેની વિષે આ સોપડીમા પેલાથી જ બતાવવામા આવ્યું છે.