47 જેઓ ન્યા ઉભા હતા, એણે હાંભળ્યું, પણ તેઓ હમજી હક્યાં નય અને એકબીજાને કીધુ કે, “હાંભળો, ઈ આગમભાખનાર એલિયાને સ્વર્ગમાંથી પોતાની મદદ કરવા હાટુ બોલાવે છે.”
જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.
લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે રાડ પાડીને કીધુ કે, એલોઈ, એલોઈ, લમા શબકથની એટલે કે, “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”
તરત એમાંથી એક માણસ ધોડ્યો, જેણે એક પન્સ લયને સરકામાં બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડુ.