40 વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.”
ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
અને શેતાને ઈસુને કીધુ કે, “જો તું પરમેશ્વરનો દીકરો હોય, તો પોતાની જાતને નીસે પછાડી દે; કેમ કે એમ શાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે, અને તેઓ એને હાથો હાથ પકડી લેહે; કાક એવું થાય કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.”
પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
જે લોકો જગતમાં રેય છે ઈ બેય સાક્ષીઓના મોતથી રાજી થયા, ઈ જમણવાર કરી રયા છે અને એક-બીજાને ભેટ આપે છે કેમ કે, આ બેય આગમભાખીયાઓ જેણે તેઓને પીડાદેનારી આફત મોકલી હતી તેઓ મરી ગયા છે.