36 પછી તેઓએ ન્યા બેહીને એનું ધ્યાન રાખુ.
એના ઉપર આરોપનામું લખીને એના માથાની ઉપરનાં ભાગે વધસ્થંભે તેઓએ લગાડયુ કે, “આ ઈસુ, જે યહુદીયાનો રાજા છે.”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
જે ફોજદાર એની હામે ઉભો હતો, જઈ એણે એનો અવાજ હાંભળો અને જોયું કે ઈ કેવી રીતે મરી ગયો તો એણે કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
પિલાત વિશ્વાસ જ નો કરી હક્યો કે, ઈસુ પેલા જ મરી ગયો હતો, અને એણે અમલદારને બોલાવીને પુછયું કે, “શું ઈ હાસુ છે કે ઈસુ પેલા જ મરી ગયો છે?”