અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.
અને યરુશાલેમ શહેરની બારે નીકળીને એના ઉપર પાણા મારવા મંડયા. આ વખતે જેણે સ્તેફનની હામે ગુનો લગાડયો હતો, એને પોતાના ઝભ્ભાને શાઉલ નામના એક જુવાનની પાહે કાઢીને રાખ્યો હતો.