પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.
જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.