24 પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
તઈ આગમભાખીયા યર્મિયાએ ઘણાય વખત પેલા કીધું હતું, ઈ વાત પુરી થય કે, તેઓએ સાંદીના ત્રીહ સિકકા લીધા, આ એની કિમંત છે, જેની કિંમત ઈઝરાયલ દેશના લોકો દ્વારા નક્કી કરવામાં આવી હતી.
હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.