22 પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.
ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”
તો જઈ રાજ્યપાલે તેઓને પુછયું કે, “તમારા હાટુ હું કોને છોડી દવ, એના વિષે તમારી શું ઈચ્છા છે?” તઈ તેઓએ કીધું કે, “બારાબાસને છોડી દયો.”
તઈ એણે કીધુ કે, “શું કામ? એણે શું ગુનો કરયો છે?” પણ તઈ તેઓએ વધારેને વધારે રાડો પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા, પણ જડી નય.
બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.”
ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે.
ઈ હાટુ ભાઈઓ, અમે તમારી આગળ જે હારા હમાસાર પરગટ કરી છયી, ઈ તમારે હમજવુ જોયી કે એના લીધે તમને પાપોની માફી આપવામાં આવે છે. ઈસુ મસીહ દ્વારા જે વિશ્વાસી છે ઈ બધાય ન્યાયી ઠરશે. જેમા મુસાનો નિયમ પણ તમને ન્યાયી ઠરાવી હકે એમ નથી.