19 જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.
પણ જઈ યુસુફે આ હાંભળૂ કે, આર્ખિલાઉસ એના બાપ હેરોદના મોત પછી યહુદીયાની ઉપર રાજ કરે છે, તઈ ન્યા જાવાથી ઈ ગભરાણો, પછી સપનામાં પરમેશ્વરથી સેતવણી પામીને ગાલીલ પરદેશમાં વયો ગયો.
પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”
આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.
પાઉલે જવાબ દીધો કે, “હું રોમી સમ્રાટના ન્યાયાસન પાહે ઉભો છું, મારો ન્યાય આયા થાવો જોયી, યહુદી લોકોના વિરોધમાં કાય ખોટુ કામ નથી કરયુ, આ તુ હારી રીતે જાણે છે.
ઈ હાટુ જઈ યહુદી લોકોના આગેવાનો મારી હારે આયા કાઈસારિયા શહેરમાં આવે, તો હું મોડુ નો કરું, પણ બીજા જ દિવસે ન્યાયાસન ઉપર બેહીને, પાઉલને લીયાવવાની આજ્ઞા દીધી.
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.