17 ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”
અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.
ઈ વખતે પણ ઈસુ બારાબાસ નામનો એક પ્રખ્યાત કેદી હતો.
કેમ કે, ઈ જાણતો હતો કે, તેઓએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.
તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”
બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.”