પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”
મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી.