13 તઈ પિલાતે એને કીધું કે, “તારા વિરુધ તેઓ કેટલી સાક્ષી આપે છે, ઈ શું તું નથી હાંભળતો?”
તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?”
જઈ મુખ્ય યાજકોએ અને વડીલોએ એની ઉપર આરોપ મુક્યા, છતાં પણ ઈસુએ કાય જવાબ દીધો નય.
પણ એણે એને એકવાર પણ જવાબ દીધો નય, જેથી રાજ્યપાલને હોતન ઘણીય નવાય લાગી.
પિલાતે કીધું કે, “તુ જાણશો કે, હું યહુદી માણસ નથી, તારી જ જાતિના લોકોએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં હોપ્યો છે. તે શું કરયુ છે?”
સિપાય દળના સરદારે કીધું કે, “આને કિલ્લામાં લય જાવ, અને કોરડા મારીને પૂછ પરછ કરો કે, હું જાણું કે, લોકો કેમ એના વિરોધમાં રાડો નાખતા હતા.”