પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”
શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય.
જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.