71 પછી ઈ આંગણાના દરવાજા પાહે ગયો, તઈ બીજી દાસીએ એને જોયને કીધુ કે, “આ હોતન નાઝરેથ નગરના ઈસુની હારે હતો.”
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
પણ એણે બધાયની આગળ નકાર કરીને કીધુ કે, “હું એને ઓળખતો નથી.”
પણ એણે હમ ખાયને પાછી ના પાડીને કીધુ કે, “હું, ઈ માણસને ઓળખતો નથી.”
થોડા વખત પછી કોય બીજાએ પિતરને જોયને કીધું કે, “તુ પણ તેઓમાનો છે.” પિતરે કીધું કે, “ભાઈ હું નથી.”