યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”
તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.