હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”