કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.
ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”
અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.
આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.